આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત રૂપિયા ૧ લાખ સુધી ની લૉન મેળવો એપણ ૨% વ્યાજે - knowledgeadda

Monday, May 18, 2020

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત રૂપિયા ૧ લાખ સુધી ની લૉન મેળવો એપણ ૨% વ્યાજે


છેલ્લા બે મહિના થી કોરોના ના કારણે કેટલાય નાના મોટા ધંધા બંધ છે તો આવા નાના ધંધાદારીઓ ને ફરી થી બેઠા કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કેટલાક પગલાં લેવા મા આવે છે જેમા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત ૧ લાખ રૂપિયા સુુધી ની લૉન મળી શકેેે છે.

આ લૉન પર ફક્ત ૨ ટકા વ્યાજ લાગશે જ્યારે ૬ વ્યાજ સરકાર ચૂકવસે. આ લૉન નો લાભ એવા ધંધાાદારી લોકો ને મળશે જે લોકો નાના નાના ધંધા જેમકે કરિયાણાની દુકાન, વાળંદ, ઓટોરિક્ષા, પલંબિગ અને બીજા ધંધાદારીઓ આ લૉન મળવા પાત્ર છે.


આ લૉન મેળવવા માટે ના નિયમો શુ છે?


લૉન લેનાર માટે લૉન ના નિયમો અને શરત શુ હશે?
૧ જાન્યુઆરી 2020 થી કોઈ પણ ધંધા માં કે સેવા મા કાર્યરત હોવા જોઈએ. કોઈ લૉન ચાલુ હશે તો ચાલશે પણ મુદત પૂરી થઈ ગયેલ હશે અને ભરપાઈ થાય વગર ની ચાલશે નહિ. સરકારી, અર્ધ સરકારી, બેન્ક કે મ્યુ ના કર્મચારીઓ ને આ નો લાભ મળશે નહીં.

રાજય બહાર ની વ્યક્તિ ને પણ આનો લાભ મળશે?

જો કોઈ વ્યક્તિ ઉતરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, રાજસ્થાન કે અન્ય કોઈ પણ રાજ્ય માંથી હોય અને ગુજરાય મા પોતાનો વ્યવસાય કરતો હોય તો તેના માલિકે બાંયધરી/ ગેરેન્ટી આપવાની રહેશે.


કેવીરીતે અને ક્યાં દસ્તાવેજો જોઈશે?
તેના માટે તમારે નજીકની કોઈપણ સરકારી શાખા મા જવું પડશે ત્યાં જઈ તમારે આત્મ નિર્ભર ગુજરાત સહાય લૉન માટે નું ફોર્મ લેવાનું અને એજ બેન્ક મા આ ફોર્મ ભરી ત્યાં જમા કરવાનું રહેશે આ ફોર્મ સાથે તમારો ફોટો પણ લગાડવાનો રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ?
આરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ નક્કી કરેલ છે નિયત કરેલ સમય મર્યાદામાં તમારે અરજી કરવાની રહેશે ત્યાર બાદ ની અરજીઓ તમારી યોગ્યતા પ્રમાણે આપવામાં આવશે.

ઇન્સ્ટોલ મેન્ટ કેટલો અને કેટલા સમય માટે કરવાનો રહેશે?
શરૂઆતમાં 6 મહિના સુધી તમારે કોઈ પણ ઇ એમ આઈ ભરવાનો નથી. જો તમે 1 લાખની લૉન લીધી હશે તો એનો હપ્તો 3533.33 રૂપિયાનો રહેશે જે તમારે 30 મહિના સુધી ભરવાનો રહેશે. જો રેગ્યુલર નહીં ભરો તો પેનલ્ટી પણ લાગી શકે છે.

દુકાનદાર ના ત્યાં કામ કરનાર ને પણ મળશે લૉન?

હા દરેક શ્રમિક ને આ લૉન મળવા પાત્ર છે કરિયાણાની દુકાન ,વાળંદ, ધોબી, પલંબર, ઇલેક્ટ્રિશિયન,  વ્યક્તિગતકામ કરનારા, કંપની મા કામ કરનારા, એવા દરેક શ્રમિક ને આ લૉન મળવા પાત્ર છે

No comments:

Post a Comment