2025 ની રેલવે ભરતી: સહાયક લોકોપાઇલટ (Assistant Loco Pilot) માટે સુવર્ણ તક! - knowledgeadda

Saturday, April 12, 2025

2025 ની રેલવે ભરતી: સહાયક લોકોપાઇલટ (Assistant Loco Pilot) માટે સુવર્ણ તક!


ભારતીય રેલવેમાં 2025ની નવી ભરતી – આસિસ્ટન્ટ લોકો પાયલોટ પોસ્ટ

ભારતીય રેલવેમાં 2025ની નવી ભરતી – આસિસ્ટન્ટ લોકો પાયલોટ પોસ્ટ CEN 01/2025

Railway Recruitment 2025 – 9970 Vacancy

ભારતીય રેલવે દર વર્ષે હજારો ઉમેદવારો માટે નોકરીની તક લાવે છે. 2025માં રેલવેના વિવિધ ઝોનમાં આસિસ્ટન્ટ પોસ્ટ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આવો, જાણીએ આ ભરતી વિશે વિગતે:

મહત્વપૂર્ણ માહિતી (Key Highlights):

  • ભરતીનું નામ: ભારતીય રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલોટ ભરતી 2025
  • પોસ્ટ: આસિસ્ટન્ટ લોકો પાયલોટ
  • કુલ જગ્યા: 9970
  • લાયકાત: આઇ ટી આઇ,ડિપ્લોમા, એન્જિનિયર પાસ
  • ઉમર મર્યાદા: 18 થી 30 વર્ષ (અનુસૂચિત વર્ગોને છૂટછાટ મળશે)
  • ફોર્મ ભરવાની તારીખ: 12એપ્રિલ થી 13મે 2025
  • પરીક્ષાની રીત: CBT (Computer Based Test), ડોક્યુમેન્ટ ચેક અને મેડિકલ

અરજી કેવી રીતે કરવી?

  1. ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ પર જાઓ – https://indianrailways.gov.in
  2. “Recruitment” વિભાગમાં જઈને યોગ્ય ઝોન પસંદ કરો
  3. રજિસ્ટ્રેશન કરો અને લોગિન કરો
  4. અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5. ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો

પગાર ધોરણ:

અાસિસ્ટન્ટ પોસ્ટ માટે પગાર ધોરણ 7મા પગારપંચ મુજબ હશે, જેમાં પ્રારંભિક પગાર રૂ. 25,500 થી શરૂ થઈ શકે છે, સાથે DA, HRA વગેરે મળે છે.

તૈયારીઓ કેવી રીતે કરવી?

  • સામાન્ય જ્ઞાન અને ગણિત માટે રોજિંદા અભ્યાસ કરો
  • અગાઉના વર્ષોના પેપર સોલ્વ કરો
  • મૉક ટેસ્ટ આપતા રહો
  • રેલવેની અધિકૃત વેબસાઇટ પરથી સિલેબસ તપાસો

Knowledge Adda તરફથી આવનારી તમામ સરકારી નોકરી સમાચાર માટે જોડાયેલા રહો.

No comments:

Post a Comment