શુ આપણે પણ ફોટા ખેંચવામાં કોઈ ની મદદ કરવાનનું ભૂલી જઈએ છીએ? જરૂર જોવો એક સત્ય ઘટના પર આધારિત કડવી અને કરુણ વાસ્તવિકતા - knowledgeadda

Monday, May 25, 2020

શુ આપણે પણ ફોટા ખેંચવામાં કોઈ ની મદદ કરવાનનું ભૂલી જઈએ છીએ? જરૂર જોવો એક સત્ય ઘટના પર આધારિત કડવી અને કરુણ વાસ્તવિકતા

કડવી અને કરુણ વાસ્તવિકતા..
      આ ચિત્ર તમને યાદ છે ?
વર્ષ 1993 નું આ ચિત્ર છે.
 ચિત્રનું નામ "ગીધ અને નાની છોકરી" હતું.
ચિત્રમાં એક ગીધ ભૂખી નાની છોકરીના મોતની રાહ જોતું બેસી રહ્યું હોય એવો ફોટો ક્લીક થયેલો છે.

દક્ષિણ આફ્રિકાના એક ફોટો જર્નાલિસ્ટ કેવિન કાર્ટર વર્ષ 1993 દરમિયાન સુદાનમાં દુષ્કાળ સમયે ભૂખમરો અને અરાજકતાનો આ ફોટો કલીક કર્યો હતો.
આ ફોટા માટે તેમને એપ્રિલ 1994માં ફોટો જર્નાલીઝમ ક્ષેત્રે વિશ્વમાં પ્રતિષ્ઠિત  ગણાતો  "પુલિત્ઝર એવોર્ડ" એનાયત કરાયો હતો.

હકીકતમાં,
તે સમયે તે પોતે આટલા મોટા સન્માનની ઉજવણી કરવામાં વ્યસ્ત હતા, ત્યારે વિવિધ ટીવી ચેનલો પર તેમને એવોર્ડ મળવાના સમાચાર બતાવવામાં આવી રહ્યા હતા, તે સમયે કોઈએ ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં તેમને પૂછ્યું કે- " અંતે ગીધ જેના મોતની રાહ જોતું હતું એ પેલી ફોટાવાળી છોકરીનું શું થયું ?"

કાર્ટરએ જવાબ આપ્યો કે - "તેઓ એ વિષયે કશું કહી શકે તેમ નથી. કારણ કે તેમને તે સમયે પોતાની ફ્લાઇટ પકડવાની ઉતાવળ હતી."

સવાલ પૂછનારે ફરીથી પૂછ્યું : "ત્યાં કેટલાં ગીધ હતાં  ?"

"મને યાદ છે ત્યાં સુધી ત્યાં એક ગીધ હતું" કાર્ટરએ કહ્યું....

ફોનના બીજા છેડે આવેલા માણસે કહ્યું, "હું કહું છું કે તે દિવસે બે ગીધ હતા, તેમાંથી એક કેમેરાવાળો પોતે હતો."

આ શબ્દોના પ્રહારને સમજીને કેવિન કાર્ટર ખુબજ અસ્વસ્થ થઈ ગયા અને કેટલાક  દિવસો ડીપ્રેશનમાં રહ્યા બાદ અંતે તેમણે આત્મહત્યા કરી લીધી..
 
કેવિન કાર્ટરે તે સમયે તેમણે ફોટો ક્લીક કર્યા બાદ જો તેમણે ભૂખે મરતા તે બાળકને યુનાઇટેડ નેશનના ખોરાક કેન્દ્રમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો હોત જે માત્ર 1/2 માઇલ દૂર હતું, તો ચોક્કસપણે તે બાળક જીવિત હોત.....

આજે, 26 વર્ષ પછી કેવીન કાર્ટરનો ભારતમાં પુનર્જન્મ થયો હોય એમ લાગી રહ્યું છે,
આજે આખા ભારતમાંથી મજુરો ચાલતા પોતાના ઘરે પરત ફરી રહ્યા છે, ત્યારે કેટલાક ગીધો હાથમાં કેમેરા લઇને હજારો કિલોમીટર ચાલતા કામદારોની તસવીરો લેવામાં વ્યસ્ત છે. તડપતા અને ભૂખ્યા-તરસ્યા બાળકોને જોયા પછી પણ તેમને દયા આવતી નથી.*

આ કેમેરાવાળા ગીધોને કામદારોના મોતની ચિંતા કરતા, પોતાની ચેનલની T.R.P. વધારવાની અને બીજાની પાસે ના હોય તેવા સમાચાર એકત્રિત કરવાની ચિંતા વધું છે. તેઓ મૃતક કામદારો અને બાળકોના મૃતદેહો પર મસાલા નાખીને બ્રેકિંગ ન્યૂઝ એકત્રિત કરવામાં વ્યસ્ત છે.

કોઈ પણ પરિસ્થિતિમાં તમે ભલે ગમે તે મેળવવા માંગતા હોવ.,
પરંતુ તે માનવીય સંવેદનાયુકત તો હોવું જ જોઈએ....

No comments:

Post a Comment