Bharat nu bandharan most Imp quiz for upcoming binsachivalay, talati, police constabe et - knowledgeadda

Thursday, May 7, 2020

Bharat nu bandharan most Imp quiz for upcoming binsachivalay, talati, police constabe et


♻️ બંધારણ ના મહત્વના સવાલો

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

♠ 'બંધારણનું આમુખ આટલા લાંબા સમયથી આપણે જે વિચાર્યું હતું અને જેના સ્વપ્ન જોયા હતા તેને અભિવ્યક્ત કરે છે' આ વિધાન આમુખ વિશે. ......... એ કહ્યું હતું.

●【A】અલ્લાદી ક્રિષ્નસ્વામી ઐયર ✅ 
●【B】કનૈયાલાલ મુનશી
●【C】બાબાસાહેબ
●【D】સરદાર વલ્લભભાઈ પટેલ

♠ આમુખ ને બંધારણ ના ઓળખપત્ર તરીકે ........ એ ઓળખાવ્યું હતું જ્યારે આમુખ ને જન્માક્ષર તરિકે ....... એ ઓળખાવ્યું હતું.

●【A】જવાહરલાલ નહેરુ , ક.માં. મુનશી
●【B】ક.માં. મુનશી , જવાહરલાલ નહેરુ
●【C】ઠાકુરદાસ ભાર્ગવ , ક.માં. મુનશી
●【D】એન. એ. પાલખીવાલા , ક.માં. મુનશી ✅

♠ આપેલ વિધાનો પર વિચાર કરો

1) ઇ.સ. 1960 ના બેરુબાની યુનિયન કેસ માં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આમુખ એ બંધારણનું અંગ છે.

2) ઇ.સ. 1973 ના કેશવાનંદ ભારતી કેસ માં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે આમુખ એ બંધારણનું અંગ છે.

3) ઇ.સ. 1995 માં એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયા ના કેસ માં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આમુખ એ બંધારણ નું અભિન્ન અંગ છે.

●【A】 ફક્ત 1 સાચું છે 
●【B】 ફક્ત 1 અને 3 સાચા છે 
●【C】 ફક્ત 1 ખોટું છે ✅
●【D】1, 2 અને 3 સાચા છે

👉 1960 માં SC નો ચુકાદો હતો કે આમુખ એ બંધારણનું અંગ નથી

♠ ભારતીય બંધારણ ના અનુચ્છેદ ...... માં કહેવાયું છે કે, જો કોઈ ભારતીય નાગરિક સ્વેચ્છાએ કોઈ વિદેશી નાગરિકતા  ગ્રહણ કરે તો તે ભારતીય નાગરિક ગણાશે નહિ.

●【A】 6
●【B】 9✅
●【C】 8
●【D】 10

♠ આપણા બંધારણમાં સમાનતાનો મૂળભૂત અધિકાર અનુચ્છેદ ..... થી ..... માં આપવામાં આવેલ છે. 

●【A】14 , 16
●【B】14 , 18✅
●【C】14 , 17
●【D】14 , 19

♠ 'કાયદા સમક્ષ સમાનતા' ના સિદ્ધાંત નું મૂળ ....... માં છે જ્યારે 'કાયદાનું સમાન રક્ષણ' ના સિદ્ધાંત નો સ્ત્રોત ........ નું બંધારણ છે.

●【A】 બ્રિટન , અમેરિકા✅
●【B】 અમેરિકા , ઓસ્ટ્રેલિયા
●【C】 ઓસ્ટ્રેલિયા , કેનેડા 
●【D】 રશિયા , બ્રિટન

♠ રિટ્સ (writs) ના અલગ અલગ પ્રકારો પૈકી  Certiorari એટલે ?

●【A】 બંદી પ્રત્યક્ષીકરણ 
●【B】પ્રતિષેધ
●【C】અધિકારપૃચ્છા 
●【D】 ઉત્પ્રેક્ષણ ✅

♠ ભારતીય બંધારણ માં 5 પ્રકારની રિટ્સ નો ઉલ્લેખ છે, આ રિટ્સ નો ખ્યાલ ખ્યાલ ......... દેશના બંધારણ માંથી ભારતીય બંધારણમાં આવ્યો છે.

●【A】કેનેડા
●【B】ઓસ્ટ્રેલિયા
●【C】ઇંગ્લેન્ડ ✅
●【D】રશિયા

♠ આપેલ વિધાનો પર વિચાર કરો.

1) ભારતીય બંધારણ ના અનુચ્છેદ 29 માં લઘુમતીઓના હિતોના રક્ષણ સંબંધિત જોગવાઈ છે.

2) શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો લઘુમતીઓ નો હક ભારતીય બંધારણ ના અનુચ્છેદ 30 પ્રમાણે મળેલ છે.

●【A】 વિધાન 1 ખોટું છે જ્યારે વિધાન 2 સાચું છે.
●【B】વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે 
●【C】 બન્ને વિધાનો માંથી એકપણ વિધાન સાચું નથી 
●【D】બન્ને વિધાનો માંથી એકપણ વિધાન ખોટું નથી ✅

♠ ભારતીય બંધારણ માં અનુચ્છેદ 36 માં રાજ્યની વ્યાખ્યા આપેલ છે જે અનુચ્છેદ ...... મુજબની જ છે.

●【A】 11
●【B】 12✅
●【C】 33
●【D】 34

♠ ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ માં રાજ્યને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા નશીલા દ્રવ્યો/પદાર્થો વગેરે પર પ્રતિબંધ લાવવા પ્રયત્નો કરવા સુચવાયું છે.

●【A】 45
●【B】 47 ✅
●【C】 46
●【D】 48

♠ તાજેતરમાં બિહારમાં ચમકી બુખાર (મગજના તાવમાં) ને કારણે 100 થી પણ વધુ બાળકો ના મૃત્યુ થયા છે, તો ભારતીય બંધારણ ના કયા અનુચ્છેદ માં બાળકો ના સ્વાસ્થ્ય સંબંધિત જોગવાઈ કરવામાં આવેલ છે ? 

●【A】 37
●【B】 38
●【C】 39✅
●【D】 43

👉 આ જોગવાઈ પાછળ થી 1976 માં 42માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી.

♠ રાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં મતદાર મંડળમાં નીચેનામાંથી કોનો સમાવેશ થશે નહિ ?

●【A】સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો 
●【B】રાજ્યની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો 
●【C】રાજ્યની વિધાનપરિષદના તમામ સભ્યો✅
●【D】વિકલ્પ B અને C બન્ને સાચા  છે

♠ ભારતમાં કયા રાષ્ટ્રપતિ નો કાર્યકાળ 1997 થી 2002 દરમિયાન રહ્યો હતો ?

●【A】ડૉ શંકરદયાળ શર્મા 
●【B】કે. આર. નારાયણ✅
●【C】આર. વેંકટરમન
●【D】એ.પી.જે. અબ્દુલ કલામ

♠ ડૉ. બી. આર. આંબેડકરે ભારતિય બંધારણના જે હોદ્દા ને અમેરિકન રાષ્ટ્રપતિના હોદ્દા સાથે સરખાવ્યો હતો તે હોદ્દો એટલે દેશના ......... નો હોદ્દો.

●【A】પ્રધાનમંત્રી✅
●【B】રાષ્ટ્રપતિ
●【C】ઉપરાષ્ટ્રપતિ
●【D】લોકસભા અધ્યક્ષ


No comments:

Post a Comment